સુરત : મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસ નિમિત્તે સુમુલ ડેરીથી 100 બાઇક સાથે નીકળી રેલી.

સુરતમાં સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
સુરત : મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસ નિમિત્તે સુમુલ ડેરીથી 100 બાઇક સાથે નીકળી રેલી.

સુરતમાં સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 100 બાઇક દ્વારા કાઢવામાં આવેલી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

ડો. વર્ગીસ કુરિયનની દીર્ઘદ્રષ્ટિના કારણે શ્વેતક્રાંતિનુ સર્જન થયું હતું, ત્યારે આજે વિશ્વભરમાં અમુલ પ્રોડક્ટનું એક ડેરી ઉદ્યોગમાં અલગ જ સ્થાન છે, ત્યારે આજે મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસ નિમિત્તે સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે 100 બાઇક દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. મિલ્ક મેનના જન્મદિવસે નીકળેલી રેલી સુમુલ ડેરીથી કિરણ હોસ્પિટલ, નવયુગ કોલેજ, પ્રાઈમ આર્કેટ, એલ.પી.સવાણી, આરટીઓ, SVNIT, સીટી લાઇટ રીંગ રોડ થઈ સુમુલ ડેરી ખાતે સમાપન કરવામાં આવી હતી. આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન, નિયામક મંડળ તથા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Latest Stories