સુરત : પોલીસ ભરતીમાં ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો ભરોસો, કહ્યું : લાયકાત ન ધરાવતા ઉમેદવારને ઘુસવા નહીં દઉં...

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

New Update
સુરત : પોલીસ ભરતીમાં ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો ભરોસો, કહ્યું : લાયકાત ન ધરાવતા ઉમેદવારને ઘુસવા નહીં દઉં...

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે પરીક્ષા માટે કમર કસી રહેલા તમામ ઉમેદવારોની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈને પ્રોત્સાહીત કર્યા હતા.

ગુજરાત પોલીસમાં બહાર પડેલી લોકરક્ષક દળ અને PSIની ભરતી માટે ઉમેદવારો શારીરિક અને લેખિત પરીક્ષાની આકરી તૈયારી કરી રહ્યા છે. જેમાં 10 લાખથી પણ વધુ ઉમેદવારો આ બન્ને પરીક્ષા આપશે, ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારો માટે યોજાયેલ ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. આ તકે પરીક્ષા માટે કમર કસી રહેલા તમામ ઉમેદવારોને ગૃહ રાજ્યમંત્રીએ પ્રોત્સાહીત કર્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, તમે બધા લોકોની સેવા કરવામાં માટે પોતાની તૈયારી કરી રહ્યા છો, ત્યારે આપ ચોક્કસ સફળ થઈ ભૂતકાળમાં જે પોલીસ કર્મચારીઓ જવાબદારી નિભાવી છે, તેવી જવાબદારી લેવા તમે અત્યારે મહેનત કરી રહ્યા છો. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ ભરતીના જે નિયમ છે તે પ્રમાણે લાયકાત ન ધરાવતા કોઈને પણ આડકતરી રીતે ભરતીમાં ઘુસવા નહીં દેવાનો પણ વાયદો કર્યો હતો.

Latest Stories