સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલ વિસ્તારમાં કૃત્રિમ કુંડની મુલાકાત લઈ વિધ્નહર્તાનું વિસર્જન કર્યું...

મોટી સંખ્યામાં ગણેશ ભક્તો બાપાના વિસર્જન માટે પાલ ઓવારે પહોંચી રહ્યા છે, જ્યાં હર્ષ સંઘવીએ પણ ગણેશજીના દર્શન કરી ગણેશ ભક્તો સાથે મળીને વિધ્નહર્તાનું વિસર્જન કર્યું

New Update
  • પાલ વિસ્તારમાં મનપા દ્વારા બનાવવામાં આવ્યું કૃત્રિમ કુંડ

  • કૃત્રિમ કુંડની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી

  • હર્ષ સંઘવીએ ગણેશજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • ગણેશ ભક્તો સાથે મળીને તેઓએ વિધ્નહર્તાનું વિસર્જન કર્યું

  • લોકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ પણ ખડેપગે તૈનાત રહ્યું 

સુરત શહેરના પાલ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ ઓવારાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતીજ્યાં ગણેશજીના દર્શન કરી ગણેશ ભક્તો સાથે મળીને તેઓએ વિધ્નહર્તાનું વિસર્જન કર્યું હતું.

સુરતમાં ભાવભીની આંખે ગણપતિ બાપ્પાને વિદાઈ અપાઈ રહી છે. સવારથી જ અલગ અલજ જગ્યાએ વિસર્જન કરવામાં આવી રહ્યું છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પાલ ખાતે મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ ઓવારાની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો બાપાના વિસર્જન માટે પાલ ઓવારે પહોંચી રહ્યા છેજ્યાં હર્ષ સંઘવીએ પણ ગણેશજીના દર્શન કરી ગણેશ ભક્તો સાથે મળીને વિધ્નહર્તાનું વિસર્જન કર્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કેઆજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. લોકો ભીની આંખે ગણેશજીને વિદાય આપી રહ્યા છેત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ પણ ખડેપગે તૈનાત રહ્યું છે.

Latest Stories