-
શહેરમાં ઉત્સાહ અને આનંદથી છવાયો દિવાળીનો માહોલ
-
મજુરા વિધાનસભા વિસ્તારમાં દિવાળી પર્વની ઉજવણી
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકો સાથે દિવાળી ઉજવી
-
બાળકોને ફટાકડા સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા
સુરત શહેરના મજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિસ્તારના બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરત શહેરમાં દિવાળીનો માહોલ ઉત્સાહ અને આનંદથી છવાયેલો જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ખરીદીની ભીડ જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ દિવાળીની શુભેચ્છાઓ એકબીજાને પાઠવતા જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારની બાળકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે દિવાળી પર્વની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના વિસ્તારના બાળકોને મળવા પહોંચ્યા હતા, અને ત્યાં તેમને ફટાકડા સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેઓએ બાળકોને દિવાળીની શુભેચ્છા કેવી રીતે આપવી તે માટે પણ માહિતગાર કર્યા હતા. ખાસ કરીને હેપ્પી દિવાલી બોલવાના બદલે દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ હેપ્પી ન્યુ યરના બદલે નૂતન વર્ષાભિનંદન કહીને શુભેચ્છા પાઠવવાનો આગ્રહ કર્યો હતો.