સુરત : સાંસદ દર્શના જરદોશને રાજયકક્ષાના મંત્રી બનતાં ટેકસટાઇલ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ

સુરત શહેરએ દેશને આપ્યાં બે ટેકસટાઇલ મંત્રી, અગાઉ કાશીરામ રાણાએ આ મંત્રાલય સંભાળ્યું હતું.

સુરત : સાંસદ દર્શના જરદોશને રાજયકક્ષાના મંત્રી બનતાં ટેકસટાઇલ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ
New Update

દેશમાં ટેકસટાઇલ સહિત અનેક ઉદ્યોગોનું હબ ગણાતાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને રાજયકક્ષાના ટેકસટાઇલ મંત્રી બનાવવામાં આવતાં હવે ઉદ્યોગકારોને તેમની પડતર માંગણીઓ અને સમસ્યાઓના નિરાકરણની આશા જાગી છે.

કેન્દ્ર સરકારે કોરોનાની મહામારી વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના પાંચ સાંસદોને મંત્રીપદ નસીબ થયું છે. સુરત લોકસભા બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચુંટાઇ આવતાં અને સિનિયર આગેવાન દર્શના જરદોશને રાજયકક્ષાના રેલવે અને ટેકસટાઇલ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આ અગાઉ નવસારીના સાંસદ સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે.

દર્શનાબેનના મંત્રી બન્યાં બાદ હવે કેન્દ્ર સરકારમાં સુરતને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે. દર્શનાબેન જરદોશની વાત કરવામાં આવે તો તેમને પુરૂષોત્તમ રૂપાલા અને સ્મૃતિ ઇરાનીની નજીકના ગણવામાં આવે છે. તેઓ લોકોની સમસ્યાઓ સાંભળી તેના ત્વરિત નિકાલ માટે જાણીતા છે. તેમને ટેકસટાઇલ વિભાગનો હવાલો સોંપવામાં આવતાં સુરતના ઉદ્યોગકારોમાં ખુશી જોવા મળી રહી છે. તેમને આશા છે કે, હવે તેમના પડતર પ્રશ્નો અને સમસ્યાઓનો ઝડપથી નિકાલ આવી શકશે.

#Surat #Surat News #Darshana Jardosh #Connect Gujarat News #textile industry #Ministry of State #Women Empowernment
Here are a few more articles:
Read the Next Article