સુરત: હાઇકોર્ટની ટકોર બાદ મહાનગરપાલિકા દ્વારા 300 થી વધુ ઢોરોને પકડી પાડવામાં આવ્યા

તાજેતરમાં જ હાઇકોર્ટે રાજ્યભરમાં રખડતા ડોર અંગે સરકારને કાર્યવાહી કરવા આદેશ કર્યા છે

New Update
સુરત: હાઇકોર્ટની ટકોર બાદ મહાનગરપાલિકા દ્વારા 300 થી વધુ ઢોરોને પકડી પાડવામાં આવ્યા

હાઇકોર્ટના આદેશ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાય છે છેલ્લા એક અઠવાડિયામાં સુરત મહાનગરપાલિકા દ્વારા 300 થી વધુ ઢોરોને પકડી પાડવામાં આવ્યા છે

તાજેતરમાં જ હાઇકોર્ટે રાજ્યભરમાં રખડતા ડોર અંગે સરકારને કાર્યવાહી કરવા આદેશ કર્યા છે જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.છેલ્લા એક અઠવાડિયામાં સુરત મહાનગરપાલિકા દ્વારા 300થી વધુ રખડતા ઢોરોને પકડવામાં આવ્યા છે તેમજ ઢોરોના માલિકો સામે 2150 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરી વિકાસ ખાતું,દબાણ ખાતું અને માર્કેટ ખાતા દ્વારા શહેરની અંદર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઢોરના તબેલાઓને દૂર કરવામાં આવી રહ્યા છે.

Latest Stories