Connect Gujarat
સુરત 

સુરત: મધર્સ ડેના દિવસે જ તાપી નદીમાંથી માતા અને પુત્રીનો ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ

રાંદેર વિસ્તારમાં મધર્સ ડેના દિવસે જ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીના વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

X

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મધર્સ ડેના દિવસે જ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીના વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ કરાડ રોડ પ્રયોશા પાર્ક ખાતે રહેતા સાગર બદ્રીનાથ દૈવેએ ગત તારીખ 07-05-2022ના રોજ 26 વર્ષીય પત્ની દિપાલી અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા હોવાની અરજી ડિંડોલી પોલીસ મથકે નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ગત રોજ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રના વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.સાગર દૈવે ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે પત્ની દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની મહિનાની બાળકી ક્રિશા અને માતા-પિતા સાથે રહેતા હતા સાગર દૈવે અને દિપાલીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા મૂળ મહારાષ્ટ્રના નાંદુરા જિલ્લાના બુલડાના વતની છે

મૃતક દિપાલીનો ભાઇ પુનિત સોનાવે જણાવ્યું હતું કે હતું કે મારી બેનના પારિવારિક ઝગડા થતા હતા તેઓની સાસુ અને નણંદ પારિવારિક ઝગડા થતા હતા પારિવારિક ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોય મને લાગે છે તો આ તરફ સંબંધી તુકારામે જણાવ્યું હતું કે સમાચારના માધ્યમથી અમને જાણ થઈ હતી અમે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે તેઓના પરિવાર માં પતિ- પુત્રી અને સાસુ-સસરા સાથે રહે છે કયા કારણોસર આત્મહત્યા કરી છે હાલમાં મને ખબર નથી

Next Story