સુરતના સાંસદ તેમજ રેલ્વે રાજ્ય મંત્રી અને કાપડ મંત્રી દર્શના જરદોશ આજરોજ પોતાના 62માં જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરી હતી. દર્શના જરદોશે પોતાના જન્મદિવસમાં ભપકાદાર આયોજનના બદલે માનવ સેવાને પ્રાધાન્ય આપ્યું હતું. જેમાં સુરત શહેરમાં મહિલાઓ માટે મેમોગ્રાફી અને પેપ-સ્મીયર ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રક્તદાન શિબિર, BMR અને BMI ટેસ્ટ, કીરણ હોસ્પિટલ દ્વારા આયોજીત ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ, આરોગ્ય સેવા આપતા વાહનોનું લોકાર્પણ, રેલ્વે સ્ટેશન ખાતે કુલી અને સ્વચ્છતા કર્મીઓ સાથે મુલાકાત, વરાછા કો.ઓ. બેંક દ્વારા આયોજીત ઈ-શ્રમ લોન યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સાથે જ દર્શના જરદોશે તમામ કાર્યકર્તાઓને લોકોની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરવા હાકલ કરી હતી.
સુરત : સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સાંસદ દર્શના જરદોશે પોતાના 62માં જન્મદિવસની કરી ઉજવણી...
New Update