સુરત : બહેનની છેડતી કરનારાઓને ઠપકો આપવા ગયેલા ભાઈની હત્યા

સુરતમાં દરરોજ સવાર પડેને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે.

New Update
સુરત : બહેનની છેડતી કરનારાઓને ઠપકો આપવા ગયેલા ભાઈની હત્યા

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દરરોજ સવાર પડેને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે. સચીન વિસ્તારમાં બહેનની છેડતી કરનારાઓને ઠપકો આપવા ગયેલાં ભાઇની અસામાજીક તત્વોએ કરપીણ હત્યા કરી નાંખી છે.....

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

સુરતમાં પોલીસની ધાક હવે ગુનેગારોમાં રહી નથી. ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ગુનાઓને અંજામ આપી રહયાં છે. પોલીસની નિષ્ક્રિયતા અને નિષ્ક્રીયતાને લઈને શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે સુરતના સચિન વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. સુરતના સચીન વિસ્તારમાં રહેતી એક યુવતીની કેટલાક લોકો છેડતી કરતાં હતાં. આ લોકોને યુવતીનો ભાઇ ઠપકો આપવા માટે ગયો હતો. આ વેળા આરોપી યુવાનો તેની પર તુટી પડયાં હતાં અને ભાઇને ચપ્પુના ત્રણ ઘા મારી ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્ત ભાઇને સારવાર મળે તે પહેલાં તેનું મોત થઇ ગયું હતું. હત્યાના આ બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પોલીસ કાફલાએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.