New Update
સુરતમાં નવરાત્રીમાં ગરબા રમવા માટે નો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે,અને ગરબાની સાથે સાથે પોતાની સુંદરતામાં નિખાર લાવવા માટે પણ ગરબા પ્રેમીઓ બ્યુટીશિયનની મદદ લેતા હોય છે.
સુરત શહેર ખાણીપીણી માટે તો વખણાય જ છે,પરંતુ તહેવારોની ઉજવણીમાં પણ સુરતની કોઈ જોડ જડે એમ નથી, એક તરફ જ્યાં નવરાત્રી મહોત્સવની ઉજવણીની તૈયારીઓને આયોજકો દ્વારા અંતિમ ટચ આપવામાં આવી રહ્યો છે,તો બીજી તરફ ગરબા ગ્રાઉન્ડમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે રમતા ખેલૈયા નવરાત્રીની શોભા વધારે છે.
સુરતીઓ દ્વારા નવલા નોરતાના આ નવ દિવસ ગરબે ઝૂમવા ટ્રેડિશનલ કપડા,મોંઘાદાટ ચણીયા ચોળી, ઓર્નામેન્ટ્સ સહિતની ખરીદી તો કરી જ રહ્યા છે,ત્યારે બીજી તરફ ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદરતાને વધુ નિખારવા માટે ખાસ કરીને યુવતીઓ બ્યુટીશિયનની મદદ લેતી હોય છે,હાલમાં સુરત શહેરમાં બ્યુટીપાર્લરમાં એડવાન્સ બુકિંગ પણ ફૂલ થઇ ગયા છે.
વધુમાં યુવતીઓમાં અવનવી હેર સ્ટાઈલ,અને એ પ્રમાણેનો મેકઅપ, હેર કલર, ફેશિયલ તેમજ હેર ટ્રીટમેન્ટની હોડ જામી છે.જેને પગલે નવરાત્રીનો રંગ ખરા અર્થમાં નીરખી રહ્યો હોવાની લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.