/connect-gujarat/media/post_banners/1eff119632ba2c3bc4c77965e0a6a793138b472b328cff3b1a21ecb4fd42886a.jpg)
સુરત એરપોર્ટ પર આજથી સુરક્ષાની જવાબદારી CISFના જવાનોને સોંપવામાં આવી છે, ત્યારે સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત એરપોર્ટથી નવી એરલાઇન્સ કંપનીઓને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવા માટે આડે સમસ્યા હતી તે હવે દૂર થઈ ગઈ છે. જોકે, સુરત એરપોર્ટની સુરક્ષાની જવાબદારી શહેર પોલીસ વર્ષ 2007થી સંભાળી રહી હતી, ત્યારે હવે એરપોર્ટની સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી છે. આજરોજ સુરત એરપોર્ટની સુરક્ષાનો હવાલો CISFને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં 360 જેટલા CISFના પ્રશિક્ષિત પુરૂષ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. આગામી દિવસોમાં નવી એરલાઇન્સ કંપનીઓ ખાસ કરીને પ્રીમિયમ એરલાઇન્સ કંપનીઓ માટે સુરતથી નવી સેવાઓ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.