Connect Gujarat
સુરત 

સુરત : બોગસ "TAX INVOICE"થી પેમેન્ટ મેળવી ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી, 2 ભેજાબાજ ઝડપાયા

સુરત સાઈબર ક્રાઇમ પોલીસે ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરત સાઈબર ક્રાઇમ પોલીસે ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે છેતરપિંડી કરનાર 2 આરોપીની સાઈબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. ઓઈલ લે-વેચનો ધંધો કરતા આરાધના ક્રિએશનના માલિકે 25,386 લીટર ફેક્ટરી ઓઇલની ખરીદીના પૈસા ચૂકવ્યા હતા. જોકે, પૈસા ચૂકવ્યા બાદ પણ આરોપીઓએ ફરિયાદીને ઓઇલનો જથ્થો આપ્યો ન હતો. સમગ્ર મામલે સાઇબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. સાઇબર ક્રાઈમ પોલીસે ફરિયાદના આધારે આરોપી રોહિત પાટોડીયા અને નિલેશ ભેસાણીયાની કરી ધરપકડ છે. આરોપીએ 20,81,652 રૂપિયાનું બોગસ ટેક્સ ઇનવોઈઝ મોકલી ફરિયાદી પાસેથી પેમેન્ટ કરાવી વિશ્વાસઘાત કર્યો હતો, ત્યારે હાલ તો સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસે મૂળ જુનાગઢનો વતની હાલ સુરતના કામરેજના વાવમાં રહેતા નિતેશ ભેસાણીયા અને અમરેલીનો વતની જે સુરતના સરથાણામાં રહેતા રોહિત પાટોડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story