સુરતના ઓલપાડ ચોર્યાસી કર્મકાંડી બ્રહ્મ સમાજ દ્વારા હજીરા નજીક આવેલ ભટલાઇ ગામ ખાતે વિશ્વ કલ્યાણની ભાવનાથી ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરત અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ભૂ દેવોનું સંગઠન બને અને તેઓના પ્રશનોને વાચા મળે એ હેતુથી વર્ષ 1983ના માર્ચ મહિનામાં ઓલપાડ ચોર્યાસી કર્મકાંડી બ્રહ્મ સમાજની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આસપાના ગામના ભૂ દેવો જોડાયા હતા ત્યાર બાદ વિશ્વ કલ્યાણની ભાવનાથી પ્રતિવર્ષ દેવ કાર્યનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ વર્ષે સુરતના હજીરા નજીક આવેલ ભટલાઇ ગામના અષ્ટવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના શુકલજી ભરત શુક્લ અને વિપ્રવૃંદ દ્વારા દુંદાળાદેવની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આરાધના કરવામાં આવી હતી.
આ યજ્ઞમાં 5 જોડાઓએ ભાગ લઈ પ્રથમ પૂજાતા દેવ એવા શ્રી ગણેશની આરાધના કરી હતી. આ અંગે મંડળના પ્રમુખ અભયભાઈએ જણાવ્યુ હતું કે વિશ્વ કલ્યાણની ભાવનાથી ભટલાઇ ગામ તેમજ દામકા ગામના સ્વ.ભરતભાઈ ભટ્ટના સ્મરણઆર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિ સાભાર વાતાવરણમાં યજ્ઞ સંપન્ન થયો હતો અને ભૂ દેવોએ પ્રસાદી ગ્રહણ કરી હતી