Connect Gujarat
સુરત 

સુરત : ઓલપાડના ખેડૂતે કરી વાંસદાની સેલેમ હળદરની સફળ ખેતી...

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામના ખેડૂતે 2 વિઘાના ખેતરમાં પોતાની સૂઝબૂઝથી હળદરની સફળ ખેતી કરી બતાવી છે.

X

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામના ખેડૂતે 2 વિઘાના ખેતરમાં પોતાની સૂઝબૂઝથી હળદરની સફળ ખેતી કરી બતાવી છે. માત્ર 10 મહિનાના ગાળામાં તૈયાર થયેલ હળદરના પાકથી ખેડૂતને સારી આવક થશે તેમ છે.

આમ તો સુરત જિલ્લામાં મોટાભાગના ખેડૂતો શેરડી, ડાંગર સહિત અન્ય શાકભાજીની ખેતી કરતા હોય છે, ત્યારે ઓલપાડ તાલુકાના અણીતા ગામના કર્મવીરસિંહ સોલંકી નામના ખેડૂતે પોતાના 2 વિધાના ખેતરમાં સાહસ કરી હળદરની ખેતી કરી બતાવી છે. ખેડૂતે જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી ઈચ્છી રહ્યા હતા કે, પોતાના ખેતરમાં કઈક અલગ ખેતી કરે જેથી કર્ણાટક અને ચેન્નાઇના ખેડૂતોની ખેતી જોઈ તેઓએ હળદરની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. પણ આ ખેતી તેમના માટે ઘણી પડકારરૂપ હતી. કારણ કે, તેઓની જમીન આ ખેતી માટે માફક ન હતી, જેથી તેઓને જમીનમાં પુષ્કળ ગૌ છાણનો ઉપયોગ કરી જમીનને યોગ્ય બનાવી હતી. ત્યારબાદ વાંસદાથી 45 મણ સેલેમ નામની હળદરની જાતનું બિયારણ લાવી ખેતી શરૂ કરી હતી. ઓછા ખર્ચમાં માત્ર 10 મહિનામાં જ હળદરનો પાક તૈયાર થઈ ગયો હતો. પાક જોતા 800 મણ જેટલું હળદર થશેનો ખેડૂતે અંદાજ લગાવ્યો હતો. જોકે, હાલ જિલ્લામાં હળદરનું માર્કેટ ન હોવાથી ખેડૂત પોતે જ હળદરનું માર્કેટિંગ અને વેચાણ કરશે.

Next Story