સુરત: પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં તિરંગા પદયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

સુરતમાં પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં પાટીદાર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત: પાટીદાર અનામન આંદોલનને  સાત વર્ષ પૂર્ણ થતાં તિરંગા પદયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
New Update

સુરતમાં પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટીદાર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી.

રાજ્યમાં અનામત માટે થયેલા પાટીદાર આંદોલન ને 7 વર્ષ પૂર્ણ થતાં સુરતમાં તિરંગા પદયાત્રા યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.સુરતના કિરણ ચોક ખાતેથી રેલી પ્રસ્થાન થઈ હતી.આ તિરંગા યાત્રાની અગાઉ 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ તરીકે જાહેર કર્યો હતો તો પાટીદાર અનામત આંદોલન સમયે શહિદ થયેલા લોકોના માનમાં 26 ઓગસ્ટને શહિદ દિવસ તરીકે જાહેર કર્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને 28 ઓગસ્ટના રોજ ક્રાંતિ માટે પાટીદાર તિરંગા પદયાત્રા યોજાઈ હતી જેમાં ભાજપ ,કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પક્ષના કાર્યકર્તાઓ ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર પદયાત્રામા જોડાયા હતા.આ યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

#Gujarat #Congress #Surat #BJP #Tiranga Yatra #Patidar Anaman movement #AAP Surat #ConeectGujarat
Here are a few more articles:
Read the Next Article