Connect Gujarat
સુરત 

સુરત : વર્લ્ડ કેન્સર-ડે નિમિત્તે "SAY NO TO DRUGS"ના સંદેશા સાથે મેરેથોન દોડ યોજાય...

સુરત જિલ્લા પોલીસ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે ડુમસ વિસ્તારમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

આજે વર્લ્ડ કેન્સર-ડે નિમિત્તે La-Meridien અને કોપર ફૉઇલ ઇવેન્ટસ દ્વારા આયોજિત "SAY NO TO DRUGS"ના સંદેશા સાથે સુરત જિલ્લા પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા પોલીસ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે ડુમસ વિસ્તારમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વર્લ્ડ કેન્સર-ડે નિમિત્તે La-Meridien અને કોપર ફૉઇલ ઇવેન્ટસ દ્વારા આયોજિત "SAY NO TO DRUGS"ના સંદેશાથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં ધ્રુમપાન, ટોબેકો અને વિવિધ પ્રકારના વપરાતા ડ્રગ્સથી કેન્સર થવાની શક્યતાઓ વધે છે, ત્યારે લોકોને આ મેરેથોનથી હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ફિઝિકલી ફિટ રહેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજય તોમર સહિત અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story