/connect-gujarat/media/post_banners/3b9d116d9242ed8cabe20169f45a6caffafa2f4549753f1f1ebe74a2c1c030fc.jpg)
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિવિધ અગિયાર જેટલાં પ્રકલ્પો પૈકીની એક એટલે ભારત વિકાસ પરિષદ. દક્ષિણ પ્રાંત અને વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શનિવારના રોજ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણએ લાંબા સમયના વિકાસની ચાવી વિષય પર યોજાયેલ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આદર્શ ગોયેલજી અને રાજ્યકક્ષાના પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશ જૈન,દક્ષિણ પ્રાંતના અધ્યક્ષ હિતેશ અગ્રવાલ,કન્વીનર પ્રેમકુમાર શારદા,સેક્રેટરી ધર્મેશ શાહ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇઝ ચાન્સેલર કે.એન.ચાવડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચાર સેશનમાં યોજાયેલ સેમિનારમાં પર્યાવરણના કારણે આપણે કેવી રીતે લાંબા ગાળાનો વિકાસ સાધી શકીએ એ તમામ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સેમિનારમાં દક્ષિણ ગુજરાત પ્રાંતની વિવિધ શાખાના હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા.