/connect-gujarat/media/post_banners/7cb1a94241ce5a3d4c9f05d6ce32b20020811ca627ba29950e73f6442d5ccaa3.jpg)
સુરત ખાતે દિવાળીના તહેવારોમાં ટેક્સટાઇલ ઉદ્યોગનું એક્સપોર્ટ ખૂબ વધ્યું છે, ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખી વધુમાં વધુ ટ્રકોના પાર્સલ સુરતથી અન્ય રાજ્યમાં રવાના થઈ રહ્યા છે. આ સાથે જ ડીઝલના વધતાં ભાવના કારણે સુરતથી રોજિંદા 400થી વધુ ટ્રકો અને રાજ્યોમાં રવાના થતી હોય છે, તે પૈકી માત્ર 280 જેટલા વાહનો પાછા ફરતા ટ્રાન્સપોર્ટ સંચાલકોની ચિંતા વધી છે.
સુરત ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ યુવરાજ દેશલેએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી કાપડ ટ્રાન્સપોર્ટનો ધંધો 10 ટકા જેટલો થતો હતો. પરંતુ આજે પરિસ્થિતિ દોઢ મહિનાથી ખૂબ સારી થઈ ગઈ છે. કાપડ પાર્સલનો ટ્રાન્સપોર્ટ બિઝનેસ 1 લાખથી વધુ પહોંચી ગયો છે. હાલમાં 400થી વધુ ટ્રાન્સપોર્ટ ટ્રકો ચાલી રહી છે. ખાસ કરીને દિવાળીના તહેવાર અને આવનારી છઠપૂજા સહિત લગ્નસરાની સિઝનને લઈને કાપડના ટ્રાન્સપોર્ટમાં ખૂબ જ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટનો વ્યાપાર વધતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. પરંતુ ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીને તકલીફ આવી રહી છે કે, સુરતથી 400થી વધુ ટ્રકો અલગ અલગ રાજ્યમાં રવાના થઇ રહી છે. પરંતુ ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રક ધારકોને ભાવમાં તકલીફ પડતાં મોટા ભાગની ટ્રકો પાછી આવતી નથી, જ્યારે રોજની 500 ટ્રકની જરૂરિયાત હોય તેની સામે 300 જેટલી ટ્રકો પરત આવે છે. જેના કારણે ટ્રાન્સપોર્ટવાળાઓને નાછૂટકે બુકિંગ બંધ કરવું પડે છે.