સુરત : વરસાદી પાણી ઓસરતા મનપા દ્વારા સાફ-સફાઈ સહિત દવાના છંટકાવની યુદ્ધના ધોરણે કામગીરી...

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી.

New Update

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકેહવે પાણી ઓસરતા મનપા દ્વારા સાફ-સફાઈ સહિત દવાના છંટકાવની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહે છે.

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી. જેને લઈને ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકેહવે ધીમે-ધીમે પાણી ઓરસરવાનું શરૂ થયું છેતે વિસ્તારમાં મનપા દ્વારા સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લીંબાયત મીઠી ખાડી પાસે હજુ પણ પાણી ભરાયેલા છે.

લીંબાયતમાં મીઠી ખાડીના આસપાસ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જોકેધીમે ધીમે પાણી ઓરસવાના શરૂ થયા છે. હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે-ધીમે ઘટી રહ્યા છે. તો બીજી તરફજે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છેતે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા જે વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં સાફ સફાઈમેડિકલ અને દવા છટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત મેડિકલની 3 ટીમફાયરની ટીમ કાર્યરત છે. હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો છેત્યાં સપ્લાય સીસ્ટમ પણ કાર્યરત છે. બોટ મારફત દૂધપાણી અને ફૂડ પેકેટ પહોચાડવાની કામગીરી એનજીઓ અને સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

Latest Stories