Connect Gujarat
સુરત 

સુરત : પગાર વધારાની માંગ સાથે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળના 900થી વધુ કર્મીઓનું વિરોધ પ્રદર્શન

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ મેટરનીટી લીવ, ઓવર ટાઈમ અને પગાર વધારાની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું.

X

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ મેટરનીટી લીવ, ઓવર ટાઈમ અને પગાર વધારાની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજ્ય સરકારના વિવિધ યુનિયનના કર્મચારીઓ પગાર વધારા સહિતની વિવિધ માંગોને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામી રહ્યા છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા હડતાલ સહિત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પગાર વધારા સહિત મેટરનીટી લીવ, ઓવર ટાઈમ સહિતની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. કર્મચારીઓએ નારેબાજી કરીને પોતાની માંગ સંતોષવા અપીલ કરી છે. જોકે, અવાર નવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માંગોને નજર અંદાજ કરતાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી માંગો બુલંદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story