સુરત : પાંડેસરા GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, ફાયરની 17 ગાડીઓ દોડી આવી….

ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે

New Update
સુરત : પાંડેસરા GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, ફાયરની 17 ગાડીઓ દોડી આવી….

સુરતના પાંડેસરા GIDCમાં આવેલી પ્રયાગ મિલમાં આજે ભીષણ આગ ભભૂકી ઊઠી છે. બનાવની જાણ ફાયર વિભાગને કરતા શહેરનાં 6 ફાયર સ્ટેશનથી કાફલો ઘટનાસ્થળે પહોચ્યો છે. 17થી વધુ ફાયરની ગાડી આગ પર કાબૂ મેળવતા ઘટનાસ્થળે પહોંચી પ્રયાસ હાથ ધર્યો છે. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મિલમાં કોઈ ફસાયું છે કે નહીં તેને લઈ ફાયરના જવાનો તપાસ કરી રહ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સુરતમાં ફરી એક વખત મિલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. પાંડેસરા જીઆઇડીસીમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ પ્રયાગ મિલમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. આગ ભીષણ હોવાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.