સુરત : અડાજણ કેબલબ્રિજ પર 2 માસના બાળકને ત્યજી માતા-પિતા ફરાર, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ

અડાજણ કેબલબ્રિજ પર ત્યજી દેવાયેલી હાલતમાં 2 માસનું બાળક મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

New Update
સુરત : અડાજણ કેબલબ્રિજ પર 2 માસના બાળકને ત્યજી માતા-પિતા ફરાર, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ

સુરતના અડાજણ કેબલબ્રિજ પર ત્યજી દેવાયેલી હાલતમાં 2 માસનું બાળક મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. તો બીજી તરફ, બાળકને તરછોડનાર માતા-પિતાની ચહલપહલ CCTVમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના મગદલ્લામાં નવજાતને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ઘટના હજી સમી નથી, ત્યાં વધુ એક નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ અને પાર્લે પોઈન્ટને જોડતા કેબલબ્રિજ પર 2 માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું, ત્યારે અહીંથી રાહદારીઓ પસાર થતા લોકોની નજર ફૂલ જેવા માસૂમ બાળક પર પડી હતી. લોકોએ તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે, જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ, માસૂમ બાળકને ત્યજી દેનારા સામે લોકોએ રોષ વરસાવ્યો હતો. જોકે, બાળકને તરછોડનાર માતા-પિતા કેબલબ્રિજ પરથી પસાર થતાં હોય એવાં દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા છે, ત્યારે હાલ તો અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક તરફ, પોલીસ માતા-પિતાને શોધવા માટેનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ, પોલીસની શી ટીમ બાળકની દેખરેખ રાખી તેના સ્વાસ્થ્યની કાળજી લઈ રહી છે.

Latest Stories