સુરત:PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું લોકાર્પણ, એરપોર્ટના નવા ટર્મિનલનું પણ કરાયુ ઉદ્ઘાટન

pm નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત:PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું લોકાર્પણ, એરપોર્ટના નવા ટર્મિનલનું પણ કરાયુ ઉદ્ઘાટન
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીની અવગત કરાવ્યા હતા. બાદમાં 8 કિમીનો રોડ-શો શરૂ થયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીનો કોન-વે ડાયમંડ બુર્સ પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ડાયમંડ બુર્સને નિહાળ્યું હતું. બાદમાં મોદી સભસ્થળે પહોંચ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે ડાયમંડ બુર્સ નવા ભારતની નવા સામર્થ્ય અને નવા ભારતના સંકલ્પનું પ્રતિક છે. મને કેટલોક ભાગ જોવા મળ્યો. પરંતુ મેં એ લોકોને કહ્યું કે, તમે એન્વાર્યમેન્ટના વકીલ છો તો ગ્રીન બિલ્ડિંગ શું હોય એ બતાવો. વિદ્યાર્થીઓને બોલાવી બતાવો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયા શું છે. સુરતના વેપારીઓને એકસાથે બે ભેટ મળી છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગઈ છે. સુરતીઓની વર્ષો જૂની માગ આજે પૂરી થઈ છે.

#Gujarat #CGNews #PM Modi #Surat #inaugurated #Diamond Burse #new terminal #Surat Airport
Here are a few more articles:
Read the Next Article