Connect Gujarat
સુરત 

સુરત : દિવાળીના તહેવારમાં બહાર જતી વેળા રૂપિયા-ઘરેણા સાચવજો, લોકોને સાવચેત રહેવા પોલીસની અપીલ...

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં મોટી સંખ્યામાં રૂપિયાની લેતી દેતી થતી હોય છે, ત્યારે સુરત પોલીસે લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યું છે.

X

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં મોટી સંખ્યામાં રૂપિયાની લેતી દેતી થતી હોય છે, ત્યારે સુરત પોલીસે લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યું છે.

સુરત શહેરમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ હોવાના કારણે લોકો વેપાર અર્થે રૂપિયાનું જોખમ લઈને ફરતા હોય છે. બેંકમાંથી રૂપિયા ઉપાડીને અન્ય સ્થળ પર લઈ જવા અથવા તો અન્ય સ્થળેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે પણ ઘણા વેપારીઓ જતા હોય છે. આવી સ્થિતિમાં સુરત પોલીસ લોકોને સાવચેત રહેવા માટે સૂચન કરી રહી છે. ઉપરાંત અલગ અલગ વેપારીઓ સાથે બેઠકો પણ કરી રહી છે. લોકોએ સાવધાન રહીને બને તેટલું જોખમ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારીઓને કેવી રીતે સાવચેત રહેવું તે અંગે પણ પોલીસે સમજણ આપી હતી.

આ ઉપરાંત મહિલાઓ પણ બજારમાં જાય તો પોતાના સોનાના દાગીના સાચવીને રાખવા જોઈએ અથવા તો પહેરવાનું પણ ટાળવું જોઈએ. અમુક લેભાગુ તત્વો તમારી નજર ચૂકવવાની રાહ જોતા હોય છે, અને તમને ગેરમાર્ગે દોરીને તમારી વસ્તુ ચોરી પણ શકે છે. બજારમાં કે, તમારી આસપાસ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Next Story