છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના કિસ્સામાં વધારો
લંપટ શિક્ષકે સોશિયલ મીડિયા પર બનાવ્યું ફેક એકાઉન્ટ
મોર્ફ કરેલા ફોટો મુકી વિદ્યાર્થીનીને બદનામ કરવાનું કાવતરું
વ્હોટ્સએપ થકી ફોટો વિદ્યાર્થીનીના પરિવારને પણ મોકલ્યા
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લંપટ શિક્ષકની ધરપકડ કરાય
સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, તેવામાં કતારગામ વિસ્તારમાં રહેતા અને આંબા તલાવડી ખાતે પોઝિટિવ ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકની કરતૂત સામે આવી છે. આ શિક્ષકે પોતાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયામાં બદનામ કરી હતી. વિદ્યાર્થીની પર શિક્ષકની દાનત ખરાબ થતા તેના નામનું ફેક એકાઉન્ટ બનાવી મોર્ફ કરેલા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
એટલું જ નહીં, વ્હોટ્સએપ ગ્રુપ બનાવી વિદ્યાર્થીનીના મોર્ફ કરેલા ફોટા તેના પરિવારના સભ્યોને પણ મોકલ્યા હતા. શિક્ષક ભાવેશની કરતૂતોથી પરેશાન થઈ વિદ્યાર્થીનીના પરિવારના સભ્યોએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી લોકોને બદનામ કરનાર 23 વર્ષીય લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.