Connect Gujarat
સુરત 

સુરત: પોલીસે અફીણના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ,રાજસ્થાનથી અફીણ લાવ્યો હોવાની કબૂલાત

સુરત એસઓજીને બાતમી મળી હતી કે સુરતના લસકાણા ગામ નજીક અફીણના જથ્થા સાથે એક ઈસમ પસાર થવાનો છે

X

રાજસ્થાનથી અફીણનો જથ્થો સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા જ સુરત એસોજી પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે. આ ઈસમ પાસેથી પોલીસને 4.5 કિલોથી વધુ અફીણ જથ્થો મળ્યો હતો. પોલીસે અફીણના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરત એસઓજીને બાતમી મળી હતી કે સુરતના લસકાણા ગામ નજીક અફીણના જથ્થા સાથે એક ઈસમ પસાર થવાનો છે. તેથી પોલીસે વોચ ગોઠવીને લસકાણા ગામના ગેટ નજીક વોચ ગોઠવી હતી અને જ્યારે પુનામારામ નામનો ઈસમ બાઇક પરથી પસાર થતો હતો ત્યારે તેની બાઈક ઉભી રખાવીને બાઈક પર રહેલા થેલામાં પોલીસે તપાસ કરતા તેમાં અફીણ હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે 4કિલો 776 ગ્રામ અફીણનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આ અફીણની કિંમત 14, 32,800 રૂપિયા થવા પામે છે. પોલીસને પૂછપરછ માં સામે આવ્યું હતું કે આરોપી પૂનામારામ રાજસ્થાનથી અફીણનો જથ્થો લાવતો હતો અને ત્યારબાદ તે સુરતના અલગ અલગ વિસ્તારમાં અફીણનું વેચાણ કરતો હતો.

Next Story