Connect Gujarat
સુરત 

સુરત : સચીનમાં યુવકની હત્યા કરી મોબાઈલ લૂંટવાના મામલે પોલીસે અન્ય એક શખ્સની કરી ધરપકડ...

સુરત શહેરના સચીન જીઆઈડીસીમાં જ મોબાઈલની દુકાન ચલાવતાં દુકાનદારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

X

સુરત શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી યુવકની ઘાતકી હત્યા કરીને મોબાઈલ લૂંટવાના પ્રકરણમાં ઝડપાયેલા 3 આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વધુ એક સફળતા સાંપડી છે.

સુરત શહેરના સચીન જીઆઈડીસીમાં જ મોબાઈલની દુકાન ચલાવતાં દુકાનદારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. અરવિંદ મોર્યા નામના આ દુકાનદાર ત્રણેય મોબાઈલ સ્નેચરો પાસેથી ચોરીના મોબાઈલ લઈને વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે આરોપી દુકાનદારની દુકાનમાંથી અલગ અલગ કંપનીના 21 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. ગત 12મી એપ્રિલના રોજ સચીન જીઆઈડીસી વિસ્તારમાં મિલની બહાર લઘુશંકા માટે ગયેલ શ્રમજીવી યુવકની ઘાતકી હત્યા અને મોબાઈલ લૂંટવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૩ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા વિકાસ ઉર્ફે સૌરભ ચતુર્વેદી, સત્યમ સિંગ અને રોહિત યાદવની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલની લૂંટ અને સ્નેચિંગ કરીને સચીન જીઆઈડીસીમાં ગૌતમ નગરમાં આવેલ રૂદ્ર મોબાઈલ સર્વિસ સેન્ટરમાં આ મોબાઈલ વેચતા હોવાની કેફિયત જણાવી હતી. જેના આધારે પોલીસે દુકાનદાર અરવિંદ બબન મોર્યાની ધરપકડ કરીને દુકાનમાંથી ચોરીના 21 મોબાઈલ ફોન પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story