-
સમાજ સેવક પ્રવીણ ભાલાળા હનીટ્રેપ મામલો
-
સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા નીકળ્યો હનીટ્રેપર
-
પ્રવીણ ભાલાળા અને એક યુવતી વિરૂધ્ધ હનીટ્રેપની નોંધાઈ ફરિયાદ
-
પોલીસે હનીટ્રેપમાં યુવકને ફસાવનાર યુવતીની ધરપકડ કરી
-
આ કેસમાં પ્રવીણ ભાલાળાને વોન્ટેડ જાહેર કરતી પોલીસ
સુરતમાં સોશિયલ મિડીયા ઉપર સક્રીય ૨હીને પોતાને સમાજ સેવક ગણાવતા પ્રવિણ ભાલાળાની કાળી કરતૂતો છાપરે ચઢીને પોકારી રહી હોય તેમ બહાર આવી છે. જેમાં ઓરિસ્સામાં સોનાનાં વેપારીના વૃદ્ધ પિતાને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાનું કહી રૂપિયા 6 કરોડની છેતરપિંડીના કેસમાં ફરાર પ્રવીણ ભાલાળા વિરૂધ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 14 લાખ પડાવી લેવાયાનો વધુ એક ગુનો નોંધાયો છે.
પ્રવિણ ભાલાળાએ એક યુવતી સાથે મળી હની ટ્રેપ ગોઠવી સરથાણાના વેપારી પાસેથી બળજબરી લાખો રૂપિયા કઢાવી લીધા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સરથાણા જકાતનાકા યોગી હાઇટ્સમાં રહેતા વેપારી હિતેશ વિનુભાઇ બોરડે વરાછા પોલીસ સ્ટેશનમાં પોતાને સમાજ સેવક ગણાવતા પ્રવિણ વિઠ્ઠલભાઈ ભાલાળા, દિવ્યા ઉર્ફે દક્ષા તેમજ તેમના મળતીયાઓ વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી છે.
જેમાં વેપારીએ જણાવ્યું હતું કે 2015ના ઓગસ્ટ મહિનામાં હિતેશ બોરડ પર દિવ્યા ઉર્ફે દક્ષાએ લોનના બહાને ફોન કરાવ્યો હતો. ત્યારબાદ પ્રવિણ ભાલાળાના કહેવા પર દિવ્યા ઉર્ફે દક્ષાએ હિતેશ બોરડને બિભત્સ વિડીયો ક્લિપ મોકલી હતી.
આ યુવતીએ હનીટ્રેપ ગોઠવીને પ્રવીણ ભાલાળા સહિતની ટોળકી સાથે મળી હિતેશ બોરડને એક હોટલમાં બોલાવ્યો હતો,અને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાજમાં બદનામીનો ડર બતાવીને વેપારી પાસેથી રૂપિયા 14 લાખ પડાવી લીધા હતા.
આ ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી,અને દિવ્ય ઉર્ફે દક્ષાની ધરપકડ કરી હતી,જ્યારે પ્રવીણ ભાલાળાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.