New Update
લસકાણામાંથી ઝોલાછાપડોક્ટર ઝડપાયો
મૂળ પશ્ચિમ બંગાળનાં ભેજાબાજની ધરપકડ
10 વર્ષથી ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ
લોકોના સ્વાસ્થ્યસાથે કરતો હતો ચેડા
લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો
સુરતના લસકાણામાં છેલ્લા 10 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટરની ઝોન 1 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડકરવામાં આવી હતી.
સુરતના લસકાણામાં લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝોલાછાપ ડોક્ટરની પોલ ઉઘાડી પડી ગઈ હતી,છેલ્લા 10 વર્ષથી મોહિતો સંતોષ ચિંતપત્રો વગર ડિગ્રીએ લોકોની સારવાર કરતો હતો.જે અંગેની માહિતી સુરત ઝોન 1 ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળતા પોલીસે દરોડા પાડ્યા હતા,અને મૂળ પશ્ચિમ બંગાળના મોહિતો સંતોષ ચિંતપત્રો નામના ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ કરી હતી,અને જરૂરી દવા સહિતનો સામાન પણ પોલીસે જપ્ત કર્યો હતો.
Latest Stories