Connect Gujarat
સુરત 

સુરત: પોલીસે ચેન્નાઈ ખાતેથી નકલી નોટ છાપવાનુ કારખાનું ઝડપી પાડ્યું, જુઓ પોલીસે કેવી રીતે પાર પાડ્યુ ઓપરેશન

SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો

X

સુરત શહેર પોલીસને નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે.સુરત SOG દ્વારા ચેન્નાઈ ખાતેથી નોટ છાપવાનું એક કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા આ મામલે નકલી નોટ છાપતા મુખ્ય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરતના અમરોલી પોલીસને જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શાંતિલાલ મેવાડા નામનો ઈસમ નકલી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી રહ્યો છે. તેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા નામના ઇસમોની ધરપકડ કરી હતી.

ત્યારબાદ શાંતિલાલ અને વિષ્ણુને નકલી નોટ પૂરી પાડતો ઈસમ કે જે બેંગ્લોરમાં રહેતો હતો તેની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેનું નામ માઈકલ હોવાનું સામે આવ્યું છે. માઈકલ નામના આરોપીની સુરત દ્વારા પૂછપરછ કરવામાં આવતા ધ્યાનમાં આવ્યું હતું કે માઈકલ કે જે શાંતિલાલ મેવાડાને નકલી નોટની સપ્લાય કરતો હતો. તે આ નકલી નોટો ચેન્નઈમાં રહેતા સુર્યા સેલવા રાજ નામના પાસેથી મેળવતો હતો.

તેથી SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો અને આરોપીના ઘરેથી જ નકલી ભારતીય ચલણી નોટો છાપવાનું એક કારખાનું પણ મળી આવ્યું હતું. આરોપીના ઘરેથી પોલીસ દ્વારા 17 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ કલર પ્રિન્ટર, કટર મશીન ત્રણ, લેમિનેશન અને હિટિંગ મશીન, માર્કર સિક્યુરિટી થ્રેડ 70 નંગ અને 20 નંગ ચાઇના કાગળનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

Next Story