સુરત : સાયબર ક્રાઇમના ગુન્હાઓને અટકાવવા પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, 3 શખ્સોની અટકાયત કરાય...

સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જનજાગૃતિનો સદંતર અભાવ છે. લોકો સાયબર ક્રાઇમનો ભોગ તો બને છે, પણ પોલીસ ફરિયાદથી દૂર રહે છે, ત્યારે સુરતમાં સાયબર ક્રાઇમના વધતા ગુન્હાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી

New Update
  • શહેર તથા જીલ્લામાં વધતા જતાં સાયબર ક્રાઇમના ગુન્હા

  • સાયબર ક્રાઇમના ગુન્હાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી

  • પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું

  • ઓનલાઇન બિઝનેસ કરતી ઓફિસોમાં પોલીસ દ્વારા ચેકિંગ

  • 400 જેટલા ખરીદી કાર્ડ સાથે 3 લોકોની અટકાયત કરાય

Advertisment

 સુરત શહેર તથા જીલ્લામાં વધતા જતાં સાયબર ક્રાઇમના ગુન્હાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી છે. જેમાં સુરત પોલીસે વિવિધ વિસ્તારોમાં ઓનલાઇન બિઝનેસ કરતી ઓફિસોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના બનાવો પોલીસતંત્ર માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર ક્રિમિનલ્સ દૂર બેઠા-બેઠા પોતાના બદઇરાદાઓને અંજામ આપી રહ્યા છેતો પોલીસ પણ ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ફ્રોડના ગુન્હાઓને ઉકેલી રહી છે. તો બીજી તરફસાયબર ક્રાઇમ અંગે લોકોમાં જનજાગૃતિનો સદંતર અભાવ છે. લોકો સાયબર ક્રાઇમનો ભોગ તો બને છેપણ પોલીસ ફરિયાદથી દૂર રહે છેત્યારે સુરતમાં સાયબર ક્રાઇમના વધતા ગુન્હાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી છે.

સુરત પોલીસની ઝોન-1ની સરથાણાકાપોદ્રાપુણાવરાછા અને સારોલી પોલીસની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સરથાણા અને યોગીચોક વિસ્તારમાં આવેલા શોપિંગ મોલમાં ઓનલાઇન બિઝનેસ કરતી ઓફિસોમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ હાથ ધરાયું હતુંજ્યારે સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ તેમજ ડુપ્લિકેશન થાય છે કેકેમ તે અંગે તપાસ કરવામાં આવી હતીત્યારે યોગીચોકના પવિત્રા પોઇન્ટમાંથી પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવી હતી.

પોલીસ તપાસ દરમ્યાન એક ઓફિસમાંથી 400 જેટલા ખરીદી કાર્ડ તેમજ 20 જેટલા બેન્ક એકાઉન્ટ ધરાવતા 3 લોકો મળી આવ્યા હતાત્યારે હાલ તો પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.

Latest Stories