સુરત : જાહેર માર્ગ પર ફુલ સ્પીડમાં કાર હંકારી ડ્રિફ્ટ મારી સ્ટંટ કરતા નબીરાની પોલીસે કરી અટકાયત

સુરતના પોશ ગણાતા વેસુ-અલથાણ રોડ પર મહાવીર યુનિવર્સિટી પાસે  મર્સિડીઝ કાર ફૂલ સ્પીડમાં હંકારી જોખમી ડ્રિફ્ટિંગની રીલ બનાવનાર નબીરાની પોલીસે અટકાયત કરી

New Update
  • વેસુ-અલથાણ રોડ પર કાર સ્ટંટનો મામલો

  • નબીરાએ કાર સાથે સ્ટંટનો બનાવ્યો વિડીયો

  • મર્સિડીઝ જોખમી રીતે હંકારી ડ્રિફ્ટ મારી સ્ટંટ કર્યો

  • ઘટનાની રીલ વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં

  • પોલીસે નબીરાની અટકાયત કરીને કરી કાર્યવાહી    

સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ-અલથાન રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લૂ કલરની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. હાલ પોલીસે મર્સિડીઝ કાર ચલાવનારની અટકાયત કરી છે.

નબીરાએ ફુલ સ્પીડમાં કાર હંકારી રોડ પર સીનસપાટા કર્યા હતા,અને એનો વીડિયો પણ મિત્ર પાસે બનાવડાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. કારના સાઇલન્સરના અવાજ અને રોડ પર ડ્રિફ્ટ મારી આસપાસના લોકોની શાંતિ ભંગ કરી ખતરનાક સ્ટંટ કર્યા હતા.

અલથાણ પોલીસે વાઇરલ વીડિયો આધારે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કારચાલક જય દાવરાની અટકાયત કરી હતી. આ ઘટનામાં પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Latest Stories