Connect Gujarat
સુરત 

સુરત: વાહનચાલકો પાસે દંડ વસૂલતી પોલીસના કર્મચારીઓ જાતે જ દંડ નથી ભરતા,જુઓ RTIમાં શું થયો ખુલાસો

વાહન ચાલકોના ખિસ્સાં ખંખેરતી પોલીસ પોતે જ દંડ ભરતી નથી એવો ખુલાસો RTIમાં સામે આવ્યો છે

X

સુરત શહેરના વાહન ચાલકોના ખિસ્સાં ખંખેરતી પોલીસ પોતે જ દંડ ભરતી નથી એવો ખુલાસો RTIમાં સામે આવ્યો છે.મોટા ભાગના પોલીસ કર્મચારીઓને ફરજ પર બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી છે

સુરતમાં હોય કે અન્ય કોઈ પણ શહેરમાં તમે કોઈ ટ્રાફિક નિયમ તોડો છો, એટલે તમને રોકવામાં આવે છે અને સ્થળ પર જ તમારી પાસે દંડ પેટે ઉઘરાણી કરી લેવામાં આવતી હોય છે,પરંતુ સુરત શહેરમાંવાહન ચાલકો પાસે સ્થળ પર જ દંડ વસૂલી લેતી પોલીસ પોતાની ફરજમાં બેદરકારી માટે અધિકારીઓએ ફટકારેલો દંડ સમયસર ભરતી નથી,એક RTI એક્ટિવીસ્ટે માંગેલી માહિતીમાં આ વાત સામે આવી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી 6442થી વધુ કર્મચારીઓને ફરજમાં બેદરકારી સહિતનાં કારણોસર નોટીસ ફટકારવામાં આવી હતી જેમાં દંડની કુલ રકમ પૈકી માત્ર 50 ટકા જ ભરવામાં આવી હોવાનું ખૂલ્યું છે.

Next Story