સુરત: સરથાણા વિસ્તારમાં ડુપ્લીકેટ ચીજવસ્તુઓ બનાવતી ફેકટરી પર પોલીસના દરોડા

સુરતના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેકટરી પર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

સુરતના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેકટરી પર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે,જ્યાં જાણીતી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જેવા કે હાર્પિક અને ડેટોલ ડુપ્લીકેટ બનાવવામાં આવતાં હતા. ડેટોલના સાબુ, લીકવિડ અને હાર્પીકની ચીજવસ્તુઓનું નકલી ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું.પોલીસે કંપનીની મળેલી માહિતીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ફેક્ટરીનો ભંડાફોડ કર્યો હતો.ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ દ્વારા પાડવામાં દરોડા દરમિયાન મોટી માત્રામાં નકલી ચીજવસ્તુઓ અને તે બનાવવા માટે વપરાતું રો-મટીરીયલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ ફેક્ટરી સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ચાલતી હતી,જે વધુ ચિંતાનો વિષય છે.આ ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની મંજૂરી વિના ચાલતી હતી.આ ઘટનાએ તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કર્યા છે અને આવા ગેરકાયદેસર કૃત્યો અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.