સુરત પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ગાંજાના મુખ્ય સપ્લાયર એવા કુખ્યાત આરોપી અનિલ પાંદી સામે કાર્યવાહી કરીને તેનો આલીશાન બંગલો સીઝ કર્યો છે
યુવાનોને નશાના રવાડે ચડાવવાના ઈસમો પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે.ગાંજાના મુખ્ય સપ્લાયર અનિલ પાંદી સામે કાર્યવાહી કરીને તેનો આલીશાન બંગલો સીઝ કર્યો છે.અનિલ પાંદીનો ભાઇ સુનીલ હાલ સાબરમતી જેલમાં બંધ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે STF સાથે મળીને કરી મોટી કાર્યવાહી કરી છે અનિલ પાંદી ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરીના 11 કેસમાં વોન્ટેડ છે. એમાંથી સાત કેસ સુરતમાં છે, જેમાં વરાછા પોલીસ સ્ટેશનમાં બે કેસ, સુરત રેલવે પોલીસ સ્ટેશન દ્વારા બે કેસ અને લિંબાયત, કતારગામ અને પલાસણા પોલીસ સ્ટેશનમાં એક-એક કેસનો સમાવેશ થાય છે.
અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે NDPS, ગ્રામ્ય રાજકોટના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં એક અને જૂનાગઢના બિલખા પોલીસ સ્ટેશનમાં વધુ એક કેસ દાખલ છે. અનિલ પાંધી પર 3. 1.73 કરોડની કિંમતના 2,127.56 કિગ્રા (21 ટન) વજનના ગાંજાની દાણચોરીનો આરોપ છે સુરત પોલીસ કમિશનર અજય તોમારે જણાવ્યું હતું યુવાધનને નશાના કારોબારમાં જતો અટકાવવા માટે કામગીરી ચાલી છે.ડ્રગ્સ માફિયા વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીથી ગુનેગારોને આર્થિક રીતે ભાંગી નાખવામાં આવશે