Connect Gujarat
સુરત 

સુરત : પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો નહીં આવે..ગૃહ વિભાગ દ્વારા E-FIR એપ્લિકેશન લોન્ચ કરાઇ

સુરત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા દ્વારા E-FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા લોકો હવે લોકો પોતાના મોબાઈલથી E-FIR કરાવી શકશે.

X

સુરત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા દ્વારા E-FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા લોકો હવે લોકો પોતાના મોબાઈલથી E-FIR કરાવી શકશે.

સુરત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સિટીઝન પોર્ટલ પર ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેથી પાછળનું કારણ મોબાઈલ ચોરી હોય કે વાહન ચોરી, મુશ્કેલીમાં મુકાતા લોકોને રાહત આપવા ગૃહ વિભાગ દ્વારા E-FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા લોકો હવે લોકો પોતાના મોબાઈલથી E-FIR કરાવી શકશે.પોલીસ કમિશનર અજય કુમારે તોમરએ જણાવ્યું હતું કે સામાન્ય કેસમાં નાગરિકને ફરિયાદ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જે લોકો હવે સીટીઝન પોર્ટલ અથવા તો સીટીઝન ફર્સ્ટ એપ પરથી ફરિયાદ કરી શકશે. લોકોએ એપ્લિકેશનમાં પહેલા પોલીસ સ્ટેશનનું ડ્રોપ બોક્સ સિલેક્ટ કરવાનું રહેશે. જે ફરિયાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ પી.એસ.આઇ, ASI અથવા તો હેડ કોન્સ્ટેબલ માં સોંપવામાં આવશે. 48 કલાકમાં ફરિયાદીનો સંપર્ક પોલીસ દ્વારા કરવામાં આવશે. ત્યાર પછીનો 24 કલાકમાં ફરિયાદ નોંધી લેવામાં આવશે.જો ફરિયાદ નોંધાયા બાદ કોઈ મુશ્કેલી થાય તો ACP સહિતના ઉચ્ચ અધિકારીને આ બાબતે જાણ કરી શકશે. E-FIRની માહિતી પેમ્લેટ, હોર્ડિંગ્સ અને શોશિયલ મીડિયાની મદદથી લોકો સુધી પહોંચડવામાં આવશે. E-FIRની કામગીરી બરાબર થાય તે માટેની સંપૂર્ણ જવાબદારી એસીપી અને ડીસીપી સહિતના અધિકારીઓની નજર રહશે. ખોટી રીતે ફરિયાદ કરનાર સામે કાર્યવાહી થશે. સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે.

Next Story