-
પોલીસના સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકનું લોકાર્પણ
-
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
-
પોલીસ ભીડભાડ વાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શકશે
-
ઈ બાઈક બનશે પોલીસ માટે સુવિધાજનક
-
25 સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકની વ્યવસ્થા કરવામાં આવી
સુરત શહેર પોલીસ તંત્રને સમયની માંગ સાથે અપડેટ કરવામાં આવ્યું છે,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના રાહુલ રાજ મોલ પાસે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈક લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ-બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.શહેર પોલીસની સુવિધામાં વધારો કરતા સેલ્ફ બેલેન્સિંગ ઈ - બાઈકમાં માધ્યમથી પોલીસ હવે પેટ્રોલિંગ કરીને ગુન્હાખોરીને ડામવા માટેના પ્રયાસો કરશે. જે વિસ્તારોમાં ફોર વ્હીલર કે ટુ વ્હીલર પણ પહોંચી શકતા નથી તેવા વિસ્તારમાં પણ ઈ-બાઈક પોલીસ માટે મદદરૂપ સાબિત થશે.હાલમાં 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકની વ્યવસ્થા કરવામાં આવી છે,આવનાર સમયમાં વધુ સેલ્ફ બેલેન્સિંગ ઈ - બાઈકની સુવિધા વધારવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.