ગોડાદરામાં ધો.8ની વિદ્યાર્થીનીનો આપઘાત મામલો
પોલીસે ઘટનામાં તપાસ કરી તેજ
કસૂરવાર વ્યક્તિ સામે થશે કડક કાર્યવાહી
DEOઓ તરફથી રિપોર્ટ મળ્યા બાદ પોલીસ તપાસ કરશે
વિદ્યાર્થીનીના આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસ કરશે તપાસ
સુરતના ગોડાદરા ખાતે ખાનગી શાળાની એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખી હતી,આ ઘટનામાં તેણીના પરિવારજનોએ શાળા સંચાલકો પર ફી મુદ્દે ટોર્ચનો આરોપ લગાવ્યો હતો,આ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના ગોડાદરામાં આવેલ આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો,જોકે આ ઘટનામાં તેણીના પરિવારજનોએ શાળા સંચાલકો પર માનસિક ત્રાસથી યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.
વિદ્યાર્થીનીની સ્કૂલમાં શૈક્ષણિક ફી બાકી હોવાના કારણે શાળા સંચાલકો ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા હતા,જે ઘટના બાદDEO દ્વારા પણ તપાસ કમિટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી,જેમાં અન્ય બાબતોમાં પણ શાળાની ગેરરીતિ બહાર આવી હતી.
જ્યારે પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીનીના આપઘાત પ્રકરણમાં અલગ અલગ મુદ્દે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે,અનેDEO કચેરી દ્વારા તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ પોલીસ કસુરવારો સામે કડક કાર્યવાહી કરશે.