સુરત : ઉત્તરાયણ પર્વને લઈ ડબગરવાડ-પતંગબજારમાં દંડા નહીં, પણ પીપૂડા સાથે ફરતા પોલીસકર્મીઓ...

ભીડનો ફાયદો ઉઠાવી ખિસ્સાકાતરું મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે. તેવામાં આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી પતંગ બજારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

New Update
  • ઉતરાયણ પર્વને લઈને સુરત પોલીસનો એક્શન પ્લાન

  • ચોરી અને છેડતી રોકવા પોલીસ દ્વારા રખાતી બાજ નજર

  • ડ્રોન કેમેરા તેમજ દૂરબીનથી પોલીસ રાખી રહી છે નજર

  • પોલીસે પીપૂડા વગાડી લોકોને સાવચેત રહેવા અપીલ કરી

  • ચાઈનીઝ દોરી-તુક્કલના વેંચાણ સામે પોલીસની લાલ આંખ

ઉત્તરાયણ પર્વને લઈને સુરતના 100 વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને તેમજ અસામાજિક તત્વો વેપારીઓ અને લોકોને હેરાન ન કરે તે માટે પોલીસે હાથમાં પીપૂડા લઈને ખાખીમાં નહીંપણ સાદા ડ્રેસમાં ફરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.

સામાન્ય રીતે ચોર કેરોમિયોને પકડવા માટે પોલીસ હાથમાં ડંડો લઈને ફરતી હોય છેપરંતુ સુરતમાં આ વખતે પોલીસ હાથમાં ડંડો નહીંપરંતુ પિપૂડા લઈને ફરી રહી છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છેત્યારે સુરતિલાલાઓ પતંગ-દોરાની ખરીદીમાં લાગી ગયા છે. શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગરવાડમાં પતંગ-દોરાની ખરીદીમાં લોકોની ભીડ જામી છે.

ત્યારે આવી ભીડનો ફાયદો ઉઠાવી ખિસ્સાકાતરું મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે. તેવામાં આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી પતંગ બજારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સાથે જ ડ્રોન કેમેરા તેમજ ઊંચી ઈમારતો પરથી પોલીસ દૂરબીનની મદદથી ચાંપતી નજર રાખી રહી છે. એટલું જ નહીંગ્રાહકના વેશમાં પોલીસકર્મીઓ સતત બજારમાં ફરતા રહેશેઅને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની પૂછપરછ કરવામાં આવશે. ખાસ કરીને પોલીસની શી’ ટીમ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર તૈનાત છે.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.