વિદેશમાં અફીણ મોકલવાના રેકેટનો પર્દાફાશ
ચણાની આડમાં અફીણની ગોળીઓ બનાવી
ગોળીઓ કુરિયર મારફતે કેનેડા મોકલવામાં આવતી
વેક્યુમ એરટાઇટ પેકિંગ કરી કુરિયરથી અફીણ મોકલતા
NCBએ કુલ 40 કિલો અફીણ જપ્ત કર્યું
સુરતના લાલગેટ વિસ્તારમાંથી NCBની ટીમે ચણાની આડમાં કુરિયર મારફતે અફીણ વિદેશમાં મોકલવામાં આવતું હોવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.અને 40 કિલો અફીણ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના લાલગેટ વિસ્તારમાં NCBને મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી. અને NCBની ટીમે 40 કિલો અફીણ જપ્ત કર્યું હતું.પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે નશાની ગોળીઓનું ઉત્પાદન ચણાની આડમાં કરવામાં આવતુ હતું,અને પછી કેનેડાની કુરિયર સેવાઓ મારફતે ગોળીઓ મોકલવામાં આવતી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું.
જપ્ત કરેલા નશામાં વેક્યુમ અને એરટાઇટ પેકિંગ પણ કરવામાં આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ રેકેટમાં એક એનઆરઆઇના બંધ મકાનનો ઉપયોગ થઈ રહ્યો હતો.
NCB દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપી પરવેઝ દિલ્હીથી અફીણ લાવી, કુરિયર માટે ગોળીઓ તૈયાર કરતો અને ડિલિવરી માટે સ્થાનિક નેટવર્કને સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું છે.NCBના જણાવ્યા મુજબ પરવેઝ ફક્ત એક “મિડિયેટર” છે અને આ રેકેટના મોટા માથાઓની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.NCB હવે સમગ્ર નેટવર્કને પકડી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.