સુરત : રાજસ્થાનની યુવતીને સોશિયલ મીડિયાના સંપર્કથી 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બે આરોપીની ધરપકડ

રાજસ્થાનની યુવતીને સોશિયલ મીડિયા પરનો સંપર્ક મોંઘો પડ્યો હતો,સુરતના બે યુવકોએ યુવતીને ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી

New Update
  • રાંદેરમાં બર્થ ડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મ

    સોશિયલ મીડિયા સંપર્કથી બે યુવકોએ આચર્યું દુષ્કર્મ

    રાજસ્થાનની યુવતી બની દુષ્કર્મનો શિકાર

    બર્થ ડે સેલિબ્રેશન બહાને સુરત બોલાવી આચર્યું દુષ્કર્મ

    બે નરાધમની ધરપકડ,કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા  

 રાજસ્થાનની યુવતીને સોશિયલ મીડિયા પરનો સંપર્ક મોંઘો પડ્યો હતો,સુરતના બે યુવકોએ યુવતીને ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસે બે યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરતથી સામુહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પીડિત યુવતી 25મી ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન વર્માના સંપર્કમાં આવી હતી. આ ઉપરાંત અમનનો મિત્ર મહંમદ તોહીદુલ પણ આ ખેલમાં સામેલ હતો. તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ 'રોહિત ઉર્ફે તુષાર' હોવાની ખોટી ઓળખ આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો.

પહેલી જાન્યુઆરીએ યુવતીનો જન્મદિવસ હોવાથી આરોપીઓએ સેલિબ્રેશનના બહાને તેને સુરત આવવા લલચાવી હતી. યુવતી જેવી સુરત પહોંચી કે તરત જ આરોપીઓ તેને શહેરની વિવિધ હોટલોમાં લઈ ગયા હતા. યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશાકારક ઇન્જેક્શન આપી બેભાન કરી દેવામાં આવતી હતી. બેભાન અવસ્થામાં બંને નરાધમો તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. આ દરમિયાન યુવતીને માર મારી તેના સોનાના દાગીના પણ લૂંટી લેવાયા હતા. આરોપીઓ તેને દેહવેપારના ધંધામાં પણ ધકેલવાની પેરવીમાં હતા.

સતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક અત્યાચાર વેઠ્યા બાદ, યુવતી એક દિવસ મોકો મળતા જ આરોપીઓના સકંજામાંથી ભાગી છૂટી હતી. તેણે પ્રાથમિક રીતે કોટામાં 'ઝીરો નંબર'થી FIR નોંધાયા બાદ કેસ સુરત ટ્રાન્સફર કરાયો હતો. રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય વર્મા અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષારની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

Latest Stories