સુરત : બજારમાં જોવા મળી લેબગ્રોન ડાયમંડની બનેલી રાખડી, રાખડીની કિંમત 70 હજારથી 5 લાખ....

ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન અને આ પ્રેમનું પ્રતીક એટલે કે રાખડી. બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે.

સુરત : બજારમાં જોવા મળી લેબગ્રોન ડાયમંડની બનેલી રાખડી, રાખડીની કિંમત 70 હજારથી 5 લાખ....
New Update

સુરતની શાન ગણાતા લેબગ્રોન ડાયમંડનો ક્રેઝ હવે ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે હાલ માર્કેટમાં રક્ષાબંધન નિમિતે બહેનો પોતાના ભાઈઓ માટે લેબગ્રોન ડાયમંડની રાખડી ખરીદી રહી છે જેની કિંમત 70 હજારથી શરૂ થઈને 5 લાખ રૂપિયા સુધીમાં હોય છે.

ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન અને આ પ્રેમનું પ્રતીક એટલે કે રાખડી. બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. કુંદન અને વૈદિક રાખડીઓનું ચલણ તો વર્ષોથી રહ્યું છે. પરંતુ બદલાતા જમાનામાં હવે બહેન ભાઈને રાખડી કાયમ માટે યાદ રહે તે માટે સોના અને ચાંદીની રાખડી બાંધે છે. સોના ચાંદીની રાખડી સાથે આ વર્ષે લેબગ્રોન ડાયમંડ રાખડીનો ક્રેઝ જોવા મળ્યો છે. લેબગ્રોન ડાયમંડ રાખડીની કિંમત 70 હજારથી શરૂ થઈને 5 લાખ સુધીમાં મળી રહી છે. લેબગ્રોન ડાયમંડ રાખડીઓ રિયલ ડાયમંડ કરતા ઓછી કિંમતમાં મળે છે. આ ડાયમંડ ઇકો ફ્રેન્ડલીની સાથે સાથે બજેટમાં પણ મળી રહે એવો ડાયમંડ હોવાથી લોકો હવે આ ડાયમંડ તરફ આકર્ષાય છે

લેબગ્રોન ડાયમંડની રાખડીને પેન્ડલ ડિઝાઇનમાં બનાવવામાં આવી છે જેથી રાખડીનો દોરો કાઢ્યા બાદ તેને ચેઈન સાથે ગળામાં પણ પહેરી શકાય છે. આ સિવાય જ્વેલર્સને ત્યાં સોના અને ચાંદીની રાખડી પણ ઉપલબ્ધ હોય છે જેનું પણ ખૂબ વેચાણ થાય છે. ચાંદીની રાખડી 300 રૂપિયાથી શરૂ થાય છે ત્યારે સોનાની રાખડી 2થી 3 લાખ સુધીમાં મળી રહે છે.

#Gujarat #Market #Surat #celebration #Rakshabandhan #Rakhdi #Lab Grown diamond
Here are a few more articles:
Read the Next Article