/connect-gujarat/media/post_banners/a2bdb0e64608c7b84010d5b11c754ac5dd78741dfad0c13230735ee537ff2588.jpg)
સુરત જિલ્લાની સચિન GIDC ખાતે ગત તા. 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે કેમિકલ લિકેજથી સર્જાયેલી આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 6 શ્રમિકોના પરિવારજનોને સુરત સર્કિટ હાઉસ ખાતે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કુલ રૂ. 24 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક સ્વ. શ્રમિક દીઠ રૂ. 4 લાખની સહાયના ચેક અર્પણ કરી મંત્રીએ હતભાગી દિવંગતો પ્રતિ સંવેદના પ્રગટ કરી હતી. સાથોસાથ વિશ્વપ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ, સચિન GIDCના માલિક વેદપ્રકાશ અગ્રવાલ દ્વારા પણ સંવેદના પ્રગટ કરતા પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ. 2 લાખના ચેક અર્પણ કર્યા હતા, ત્યારે સહાય ચેકો મેળવનાર પરિવારજનોની સાથે રાજ્ય સરકાર ઊભી છે તેવી હૈયાધારણા પણ આપી હતી.