સુરત : હનીટ્રેપમાં ફસાતા રેસ્ટોરન્ટના માલિકે કર્યો આપઘાત,વિડીયો બનાવીને આપવીતી જણાવી ભર્યું અંતિમ પગલું

પ્રેમિકાએ પ્રેમજાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરી હોવાનો ઉલ્લેખ તેઓએ કર્યો હતો,અને અંતિમ વિડીયો બનાવ્યા બાદ યોગેશે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો

New Update
  • વરાછા વિસ્તારની ચકચારી ઘટના

  • હનીટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે કર્યો આપઘાત

  • અંતિમ વિડીયો બનાવીને આપવીતી જણાવી 

  • તાપી નદીમાં કૂદીને કર્યો આપઘાત

  • મૃતકના પત્નીએ ન્યાયની કરી માંગ

  • પોલીસે શરૂ કરી તપાસ  

સુરતમાં એક રેસ્ટોરન્ટના માલિકે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આ રેસ્ટોરન્ટના માલિકે અંતિમ પગલું ભરતા પહેલા વીડિયો બનાવ્યો હતો.અને હનીટ્રેપમાં ફસાયા હોવાનો ઉલ્લેખ કરીને પ્રેમિકા મહિલા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

સુરતના વરાછા વિસ્તારમાં પત્ની અને પુત્ર સાથે રહેતા યોગેશ જાવિયાની રેસ્ટોરન્ટમાં એક મહિલા કામ કરતી હતી,જેની સાથે તેમની આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો.અને બંને ભાગી ગયા હતા,જોકે પાંચ દિવસ બાદ મહિલા તો પરત આવી ગઈ હતી,પરંતુ યોગેશ જાવિયાના કોઈ જ સઘળ મળ્યા નહોતા.તે છેલ્લા બે મહિનાથી લાપતા બન્યા હતા,અને અચાનક તેમનો એક વિડીયો બહાર આવ્યો હતો,યોગેશ જાવિયાએ એક અંતિમ વિડીયો બનાવીને પોતે હનીટ્રેપનો ભોગ બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રેમિકાએ પ્રેમજાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરી હોવાનો ઉલ્લેખ તેઓએ કર્યો હતો,અને અંતિમ વિડીયો બનાવ્યા બાદ યોગેશે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.અને મૃતકના પત્નીએ ન્યાયની માંગ કરી હતી.

Latest Stories