સુરત: નવરાત્રીના પર્વ પર કાપડ બજારમાં રૂ.1200થી 1500 કરોડનો કાપડનો વેપાર, વેપારીઓ ખુશખુશાલ

સિલ્ક સિટીના નામથી જાણીતા સુરત શહેરમાં ચાર મહિના પછી તેજીનો માહોલ જોવા મળ્યો છે.

New Update
સુરત: નવરાત્રીના પર્વ પર કાપડ બજારમાં રૂ.1200થી 1500 કરોડનો કાપડનો વેપાર, વેપારીઓ ખુશખુશાલ

કાપડનગરી સુરતના કાપડ બજારમાં નવરાત્રિ પર્વને લઈ તેજીનો માહોલ જોવા મળી રહયો છે. અત્યાર સુધી સુરતમાંથી 1200 થી 1500 કરોડનો કાપડનો કારોબાર થતા વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે

સિલ્ક સિટીના નામથી જાણીતા સુરત શહેરમાં ચાર મહિના પછી તેજીનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાંથી દેશભરના અલગ અલગ રાજ્ય અને અલગ અલગ શહેરોમાં કાપડ મોકલવામાં આવે છે. પશ્ચિમ બંગાળ અને તેની સાથે જોડાયેલા રાજ્યોમાં દુર્ગા પૂજા તહેવારની નવરાત્રી શરૂ થતાની સાથે ઉજવણી શરૂ થાય છે. સળંગ નવ દિવસ ત્યાંના લોકો નવા નવા કપડાં પહેરતા હોય છે. અત્યાર સુધી સુરતમાંથી 1200 થી 1500 કરોડનો કારોબાર થતા વ્યાપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. દિવાળી પહેલાજ તેજી આવતા આગામી દિવસોમાં તહેવારોને લઈને વેપારીઓમાં નવી આશાઓ બંધાઈ રહી છે. બહાર ગામથી આવતા વેપારીઓની સંખ્યા પણ વધી રહી છે.