/connect-gujarat/media/post_banners/1b659f4e327921894eb7246f04dc3c93a0c765c7e574d9096940edccdfecc2ec.jpg)
સુરતમાં ફરજ બજાવી રહેલાં મહિલા પોલીસ કર્મચારીઓ તથા ટીઆરબીની મહિલા જવાનોને એક વર્ષ સુધી ચાલે તેટલા જથ્થામાં સેનેટરી પેડનું વિતરણ કરાયું છે. સુરતમાં સેવાભાવી સંસ્થા તેમજ પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું.. મહીલા પોલીસ કર્મીઓ તથા ટીઆરબીની મહિલા જવાનોને એક વર્ષ સુધી ચાલી શકે તેટલા સેનેટરી પેડ આપવામાં આવ્યાં. પોલીસ વિભાગની નોકરી સતત દોડધામ અને તણાવપુર્ણ હોય છે ત્યારે મહિલા કર્મીઓના સ્વાસ્થયની પણ ચકાસણી કરાય. તબીબોએ મહિલાકર્મીઓને કેલ્શિયમની ઉણપ અંગેનું નિદાન કરી આપ્યું. આ પ્રસંગે પોલીસ કમિશ્નર અજય તોમર, મેયર હેમાલી બોઘાવાલા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આ અવસરે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલા પોલીસ કર્મીઓનું સન્માન કરાયું હતું.