સુરત : રૂ. 1.69 લાખના અફીણ સાથે સારોલી પોલીસે એક ઈસમની ધરપકડ કરી...

સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસને મળી સફળતા

  • નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી

  • રૂ. 1.69 લાખના અફીણના જથ્થા સાથે એક ઈસમ ધરપકડ

  • આરોપી રાજસ્થાનથી અફીણનો જથ્થો લઈ સુરત આવ્યો હતો

  • રાજસ્થાનથી અફીણ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરાયો

સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નશીલા પદાર્થોનો કારોબાર કરતા અનેક શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છેત્યારે હવે વધુ એકવાર અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરવામાં આવી છે. સારોલી પોલીસે બાતમીના આધારે સીમાડા ચેકપોસ્ટ ખાતેથી એક ઇસમને ઝડપી પાડ્યો છે. જેસારામ નાઈ રાજસ્થાન ખાતેથી 565 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 1.69 લાખના જથ્થા સાથે સુરતમાં આવ્યો હતોત્યારે હાલ તો પોલીસે જેસારામ નાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફરાજસ્થાનથી અફીણ આપનાર રમેશ રામને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories