સુરત : અમદાવાદના શો-રૂમમાંથી રૂ. 1.19 કરોડના દાગીનાની ચોરી કરનાર પટ્ટાવાળાની સારોલી પોલીસે ધરપકડ કરી...

આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીનું લોક ખોલ્યું અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો હતો..

New Update
  • સુરત શહેરની સારોલી પોલીસને મળી છે મોટી સફળતા

  • અમદાવાદમાં રૂ. 1.19 કરોડના દાગીના ચોરીનો મામલો

  • ચોરી કરનાર ઈસમ સુરત શહેરના સારોલીથી ઝડપાયો

  • પોલીસે ચોરી થયેલા રૂ. 1 કરોડના દાગીના જપ્ત કર્યા

  • જ્વેલર્સની દુકાનના પટ્ટાવાળાએ કરી હતી ચોરી : પોલીસ 

અમદાવાદ શહેરના ઝવેરીવાડ વિસ્તાર સ્થિત 'બેરા જ્વેલર્સશો-રૂમમાંથી રૂ. 1.19 કરોડના મુદ્દામાલની ચોરી થઈ હતીત્યારે આ મામલે સુરતની સારોલી પોલીસે શો-રૂમમાં કામ કરતાં પટ્ટાવાળાની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ શહેરના ઝવેરીવાડમાં આવેલા 'બેરા જ્વેલર્સનામના શો-રૂમમાં થયેલી રૂ. 1.19 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુછેલ્લા 15 દિવસથી કામ કરતો પટ્ટાવાળો શાહરુખદીન કમલુદ્દીન મીર જ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ચોરી કરી ફરાર થનારને સુરત સારોલી પોલીસે બાતમીના આધારે ચોરીના મુદ્દામાલ સાથે સુરતમાંથી ઝડપી પાડ્યો છે.

આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીનું લોક ખોલ્યું અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 1417.77 ગ્રામ સોનાના દાગીના697.82 ગ્રામ ચાંદીના દાગીના અને 2 મોબાઇલ ફોન મળી રૂ. 1,19,85,195ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેઆરોપી શાહરુખદીન મીર અગાઉ રાજકોટની એક જ્વેલરી શોપમાં પણ નોકરી કરતો હતો. આ માહિતી પરથી પોલીસને શંકા છે કેતે આ પ્રકારના ગુનાઓને અંજામ આપવામાં સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Latest Stories