Connect Gujarat
સુરત 

સુરત : સર્વોદય પેટ્રોલપંપ ઉપર પાણીની બોટલને લઇ યુવાને કર્યો ઝગડો, કર્મચારીઓએ માર મારતાં મોત

બે યુવાનો પેટ્રોલ પુરાવવા માટે આવ્યાં હતાં, પેટ્રોલપંપ ઉપર મફત પાણીની બોટલની ચાલતી હતી સ્કીમ.

X

સુરતના સોસિયો સર્કલ પાસે આવેલાં સર્વોદય પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા માટે આવેલાં બે યુવાનો અને પેટ્રોલપંપના કર્મચારીઓ વચ્ચે મારામારી થતાં એક યુવાનનું મોત થયું છે.

સુરતના સોસિયો સર્કલ વિસ્તારમાં સર્વોદય પેટ્રોલપંપ આવેલો છે. પેટ્રોલપંપના સંચાલકે 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવે તો પાણીની નાની બોટલ મફતમાં આવશે તેવી સ્કીમ ચાલુ કરી છે. મફતમાં પાણીની બોટલ માટે થયેલા ઝઘડામાં નશામાં ચુર બાઈક સવારને માર માર્યા બાદ પોલીસને સોંપી દેવાયો હતો. દરમિયાન પોલીસ સ્ટેશનમાં યુવક મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતક રવિન્દ્રની છેલ્લી મુલાકાત તેના ભાઇ સાથે થઇ હતી. તેનો ભાઇ તેને પોલીસ સ્ટેશનમાં મળવા ગયો હતો ત્યારે તેણે પોતાને સારૂ લાગતું નથી તેમ જણાવ્યું હતું. હિતેન્દ્ર પોલીસ સ્ટેશનની બહાર નીકળી રહયો હતો તે વેળા જ રવિન્દ્ર ઢળી પડયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ખટોદરાના એસીપી એન.એસ.દેસાઇએ જણાવ્યું હતું કે, પેટ્રોલ પંપ પર ઝઘડાના સીસીટીવી સામે આવ્યા છે. ગ્રાહક અને કર્મચારી વચ્ચે મારામારીની ઘટના બની છે. ગ્રાહક દારૂ પીધેલી હાલતમાં હતો અને મૃતકના મિત્ર સામે દારૂ પીધેલાનો કેસ પણ કર્યો છે. હાલ મેજિસ્ટ ઇન્કવેસ્ટ ભરીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. બીજી તરફ મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, રવિન્દ્ર ટેમ્પો ડ્રાયવર તરીકે કામ કરતો હતો. પેટ્રોલપંપના કર્મચારીઓએ ભેગા મળી તેને માર મારતાં તેનું મોત થયું છે.

Next Story