સુરત: હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા

રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માગણીઓ મૂકી હતી. જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઈટ વધારવામાં આવશે.

New Update

કલકત્તામાં ટ્રેની ડોકટર સાથે રેપ વિથ મર્ડરની ઘટના

સુરત સિવિલ હોસ્પિટલ પ્રસાશન હરકતમાં

મેડિકલ સ્ટાફની સુરક્ષા વધારવામાં આવી

સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા

સીસીટીવી કેમેરા પણ વધારાશે

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે સર્જાયેલી રેપ વિથ મર્ડરની ઘટના બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતરી ગયા હતા. છ દિવસ બાદ હડતાળ સમેટાઈ હતી.
આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માગણીઓ મૂકી હતી. જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઈટ વધારવામાં આવશે. આ સાથે જ મહિલા ગાર્ડ સહિત 15 સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે.
આ અંગે સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ.ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે તબીબોની માગ પ્રમાણે સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ગાર્ડમાં વધારો માગ્યો હતો. અમારી મર્યાદામાં 10 ટકા વધારો કરી શકાય તેમ હોવાથી 15 સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે.સુરત સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડિંગમાં કુલ 600થી વધુ કેમેરા છે. જ્યારે 167 સિક્યોરિટી ગાર્ડ છે. જેમાં 15 સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે.
#Kolkata rape case #Medical Staff #Surat Civil Hospital #સિક્યુરિટી ગાર્ડ #કલકત્તામાં રેપ વિથ મર્ડર #Kolkata Doctor Rape-Murder
Here are a few more articles:
Read the Next Article